હિન્દી ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાના પિતા પી ખુરાનાનું નિધન થયું છે. તેઓ વ્યવસાયે જ્યોતિષી હતા અને હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા.
પી ખુરાનાના દુઃખદ અવસાનની પુષ્ટિ કરતા, અપારશક્તિના પ્રવક્તાએ કહ્યું, “અમારા ઉંડા દુખ સાથે જણાવવામાં આવે છે કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા, જ્યોતિષી પી ખુરાનાનું આજે સવારે 10:30 વાગ્યે મોહાલીમાં નિધન થયું છે, લાંબા સમય સુધી અસાધ્ય બિમારીના કારણે. વ્યક્તિગત નુકસાનના આ સમયમાં અમે તમારી બધી પ્રાર્થના અને સમર્થન માટે ઋણી છીએ.”